નિયમો અને નિયમન:
- 1.વિદ્યાર્થીએ શાળામાં નિયમિત અને સમયસર આવવાનું રહેશે. તેમજ સમૂહ પ્રાર્થનામાં અવશ્ય હાજરી આપવાની રહેશે.
- 2.વિદ્યાર્થીએ શિક્ષણકાર્યમાં દિવસોમાં બધા જ તાસમાં (પિરીયડ) હાજરી આપવાની રહેશે.
- 3.ગેરહાજર રહેવા અંગે અગાઉથી પરવાનગી મેળવવાની રહેશે. જો અગાઉથી પરવાનગી ન મેળવી હોય તો હાજર થવાના દિવસે વાલીની ચિક્ટી અથવા વાલી સાથે રૂબરૂ થવાનું રહેશે.
- 4.મુકિતના દિવસ સિવાય દરરોજ શાળાએ નિયત કરેલો ગણવેશ પહેરવો, ફરજિયાત છે. મુકિતના દિવસે આઈ-કાર્ડ પહેરવો ફરજિયાત છે.
- 5.શાળામાં શિસ્તનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ સોંપેલી શાળાકીય દરેકપ્રવૃત્તિ કરવાની રહેશે..
- 6.શાળાની કોઈપણ મિલકતને કરવામાં આવેલ નુકશાન જે તે વિદ્યાર્થીએ ભરપાઈ કરવાનું રહેશે.
- 7.શાળામાં લેવાતી તમામ પરીક્ષાઓમાં ઉપસ્થિત રહેવું વિધાર્થી માટે ફરજિયાત, છે.
- 8.પરીકામાં કોઈપણ પ્રકારની ગેરરિતી આચરનાર કે તેમાં મદદ કરનાર વિલ્યાર્થને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
- 9.પરીક્ષાના પરિણામ બાબત શાળાનો નિયમ અંતિમ અને બંધનકર્તા રહેશે.
- 10.સંસ્થાનું કાયદેસરનું કોઈ લેણું વિધાર્થી પાસે બાકી હશે તો તેવા વિધાર્થીને “પરિણામ” તથા “શાળા છોડયાનું પ્રમાણપત્ર” આપવામાં આવશે નહીં.
- 11.નાપાસ થયેલા વિદ્યાર્થીએ પરિણામ માટે દિવસ-૩ (ત્રણ)માં અભ્યાસ ચાલુ રાખવો કે નહીં તે જણાવવાનું રહેશે.