ટ્રસ્ટી મેસેજ
પ્રિય વાલીમિત્રો હું શાળા તરફથી તમને અને તમારા બાળકોને આવકારું છું.મારી એવી આશા છે કે તમે હંમેશા ખુશ રહો, અને આપણા બાળકો આપની દરેક ઈચ્છાઓ પૂરી
કરે. અમારી શાળાની સ્થાપના શ્રી નવજાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા થઈ હતી અમારી શાળા બાળકોને સારું અને ગુણવત્તા વાળું ભણતર આપે છે.શાળાના દરેક શિક્ષકો એટલા કવોલીફાઇઙ છે જે આપના
બાળકને જવાબદાર નાગરિક બનાવી શકે છે. ભણતરની સાથે સાથે બીજી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ શાળામાં કરાવવામાં આવે છે જેમાં પણ આપણા બાળકો માટે સારી તકો છે .
અમે અને અમારી શાળા
આપને આવકારીએ છીએ તમે પણ તમારો અનુભવ અમને આપો અને બાળકના અભ્યાસ માં સહભાગી બનો.દરેક માતા-પિતા જ બાળકનો પ્રથમ શિક્ષક છે પરંતુ સારું ભણતર અને સાચું જ્ઞાન જ વિદ્યાર્થીને સારો
અને ચારિત્ર્યવાન નાગરિક બનાવે છે. અત્યારનો આ સમય આધુનિક ટેકનોલોજીનો સમય છે તેથી બાળકોને પણ તેની સાથે જોડવું જરૂરી છે તેના માટે માતા-પિતા વિદ્યાર્થી અને શિક્ષક બધાએ નિરંતર પ્રયત્ન કરવા
જરૂરી છે. ઇસવીસન 1992 માં 200ની સંખ્યા માં શરૂ થયેલી અમારી શાળામાં આજે 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે.
Sincerely,
Trustee